શ્રી હેમંતકુમારગજાનન પાધ્યા, યુ.કે.
ઈંગ્લંડમાં વસતાં રાષ્ટ્રપ્રેમી પ્રવાસી ભારતીય લોકો અને દેશભકત ભારતીયઓ માટે ગૌરવવંતા અને આનંદદાયક સમાચાર એ છે કે ભારતનાં સંવિધાનનાં જનક ડૉ. ભીમરાઉ આમ્બેડકર કે જેઓ પોતાનાં વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન ૧૯૨૧-૨૨ માં લંડન ખાતે ૧૦ , કિંગ હેન્રીસ રોડ, કેમ્ડ્ન, નાં મકાનમાં એક રૂંમનાં ભાડુત તરીકે રહ્યા હતાં તે સારાંએ ઘરને મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારાં ખરીદી લેઈને તેને આમ્બેડકરજીનું સ્મૃતિસ્મારક અને સંગ્રહાલયમાં પરિવર્તન કરવાની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ એ જ મકાન છે જ્યાં ડૉ. ભીમરાઉ આમ્બેડકર જ્યારે લંડન સ્કુલ ઓફ ઈકોનોમિક્સમા એક વર્ષનો અભ્યાસ કરતાં હતાં તે દરમિયાન એક ભાડુત તરીકે ત્યાં નિવાસ કરતાં હતાં. આ મકાન પર ૬-૧૨-૧૯૯૧નાં દિને ડૉ. ભિમરાઉ આંબેડકરની સ્મૃતિમાં તક્તિનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.
છ શયન ખંડો ધરાવતું ૨૦૫૦ સ્ક્વેર ફૂટ્નું આ વિશાળ મકાન વેચાણ માટે ગયાં વર્ષે ગોલ્ડસ્મિડ્ત એન્ડ હાઉલેન્ડ નામની પ્રખ્યાત કંપનીએ ૩.૧ મિલિયન પાઉન્ડ્ની કિંમતે એટલે આજનાં વિનિમય ભાવ મુજબ લગભગ ૨૮,૫૨,૦૦,૦૦૦ રૂપિયાનાં ભાવે બજારમાં મૂકયું હતુ, પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનાં નિવાસ્થાનની માફક આ મકાનનાં માલીકની પણ એવી ઈચ્છા હતી કે આ સ્થળને ભારત સરકાર અથવા કોઈ સદ્ધર સામાજીક સંસ્થા ખરીદી કરી તેને સ્મારક ભવનમાં રુપાંતરીત કરે. લંડન સ્થિત ડૉ. ભીમરાઉ આમ્બેડકરનાં સમર્થકોની સંસ્થા ‘’ ધ ફેડરેશન ઓફ અમ્બેડકરાઈટ્સ એન્ડ બુદ્ધિસ્ટ ઓર્ગનાઈઝેશન યુ.કે.’’ની ભાવના એ હતી કે આ મકાનને વેચાતું લઈને જો મહારાષ્ટ્ર રાજ્યની સરકાર અથવા ભારત સરકાર તેને ડૉ. ભીમરાઉ આમ્બેડકરનાં સ્મૃતિસ્મારક અને સંગ્રહાલયમાં પરિવર્તન કરે. સંસ્થાની આર્થિક ક્ષમતા ન હોવાનાં કારણે અને ભારતદેશ અને દેશવાસીઓનું દાયિત્વ હોવાથી તેમણે તત્કાલીન કોંગ્રેસ પક્ષની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને આ ‘’આમ્બેડકર ભવન’’ ખરીદવા માટે વિનંતિ કરી હતી. પરંતુ, એ તત્કાલીન કોંગ્રેસ પક્ષની સરકારોએ તેમનાં નેતાની સ્મૃતિ યોજનામાં રૂચિ તો બતાવી હતી છતાં કોઈ સકારાત્મક પગલાં લીધાં ન હતા, લાંબી રાહનાં અંતે જ્યારે મકાન માલિકે પોતાનો દ્રઢ નિર્ણય અન્ય ખરીદનારને વેચવાનો જણાવ્યો ત્યારે ઉપરોક્ત સંસ્થાએ ફરી નવનિર્મિત ભારતીય જનતા પક્ષની રાજય સરકારને વિનંતિ કરી જેને સમય પર્યંત મહારાષ્ટ્ર રાજ્યની ભાજપ અને શીવસેનાની યુતિ સરકારે લીલી ઝંડી આપી આ મકાનને ખરીદી લઈ તેને આમ્બેડકરનું સ્મૃતિસ્મારક અને સંગ્રહાલય બનાવવાનો શુભ નિર્ણય લેવામાં આવ્યો.
‘’આમ્બેડકર ભવન’’નાં આ શુભ સમાચાર લંડનની મુલાકાતે આવેલ મહારાષ્ટ્રની ભારતીય જનતા પક્ષની રાજ્ય સરકારનાં શિક્ષણ મંત્રી શ્રી વિનોદજી તાવડે એ પ્રધાન મંત્રી શ્રી દેવેન્દ્રજી ફડણવીસની મંજુરી બાદ તા. ૨૩મી જાન્યુઆરી ૨૦૧૫નાં શુભદિને જાહેરાત કરી છે. ભારતીય પ્રજાસત્તક દિનનાં ત્રણ દિવસ અને અમેરીકાનાં રાષ્ટ્રપ્રમુખ મિ. ઓબામાનાં ભારત આગમન અગાઉ થયેલ આ જાહેરાત વિશ્વનાં રાષ્ટ્રભક્ત ભારતીય જનસમુદાય માટે એક અમૂલ્ય અને અણમોલ ભેટ બની રહે છે. મહારાષ્ટ્રની રાજ્ય સરકારનાં શિક્ષણ મંત્રી શ્રી વિનોદજી તાવડેનાં નિવેદન મૂજબ ‘’આમ્બેડકર ભવન’’ને કાયદેસર ખરીદી લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સારીએ યોજનાનો અને નિભાવનો બધો ખર્ચ મહારાષ્ટ્રનૂ યુતિ સરકાર ભોગવશે. કાયદેસર માલીકીનાં દસ્તાવેજો પ્રાપ્ત થતાં જ આ મકાનને આમ્બેડકરનાં સ્મૃતિ સ્મારકમાં પરિવર્તન કરી તેને આગંતુક એપ્રીલ મહિનાની ૧૪મી તારીખે તેમની ૧૨૪મી વર્ષગાંઠનાં શુભદિને ઉદઘાટનનું આયોજન કરી આમ જનતા માટે તેને ખુલ્લું મુકવામાં આવશે. આ શુભકાર્ય મહારાષ્ટ્રનાં મરાઠીઓની દેશભક્તિ અને તેમનાં નેતાઓ પ્રત્યેનું આત્મિય સન્માનનું એક ઉમદા ઉદાહરણ પ્રસ્તુત કરે છે. જેને માટે મહારાષ્ટ્રની ભાજપ અને શીવસેનાની યુતિ સરકાર અને મરાઠી લોકજનો પ્રશંશા અને અભિનંદનને પાત્ર છે.
લંડન ખાતે ભારતીય સ્વતંત્ર્ય સંગ્રામનાં નેતાઓનાં નિવાસ સ્થાનને સ્મૃતિ સ્મારકમાં ફેરવવાનો ઉમદા વિચાર સર્વ પ્રથમ મેં (લેખક હેમંત પાધ્યા). અને મારી સંસ્થા હિંદુ સ્વાતંત્ર્યવીર સ્મૃતિ સંસ્થાનમે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માજીનાં ૬૦, મઝવેલ હીલ રોડ, હાઈગેટ, નિવાસ્થાનને યોગ્ય સમયે ખરીદીને તેમનાં સ્મૃતિસ્મારક અને સંગ્રહાલયમાં પરિવર્તન કરવા ૧૫મી ઓગસ્ટ ૨૦૦૪માં પંડિત શ્યામજીની સ્મૃતિ તક્તીનાં અનાવરણ સમારંભમાં વહેતો મૂક્યો હતો. આ નિવાસ્થાન ક્રાંતિવીર પંડિત શ્યામજીની પોતાની માલીકીનું હતું અને ભારતની સ્વતંત્રતા માટે લંડનમાં આંદોલન કરનાર ‘ઈન્ડિયન હોમરૂલ સોસાયટી’નું જન્મસ્થાન અને મુખ્ય થાણું હતું. તદોપરાંત ભારતની સ્વાતંત્ર્ય ચળવળનો પ્રચાર પ્રસાર કરનાર પ્રથમ બ્રિટીશ સામ્રાજ્ય વિરોધી સમાચાર પત્ર ‘’ ધ ઈન્ડિયન સોસિયોલોજીસ્ટ’’નું પ્રકાશન સ્થળ પણ હતું. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા આ ઘરમાં સન ૧૯૦૦થી ૧૯૦૭ સુધીનાં લાંબા સમય માટે નિવાસ કર્યો હતો અને પોતાનાં ધરને ભારતની સ્વતંત્ર્ય ચળવળ નું મુખ્ય કેન્દ્ર બનાવ્યું હતું.
જ્યારે ૨૦૧૨મા આ મકાનનાં માલીક મિ. અને મિસીસ મકીનટાયરે આ ઘરને ૧.૭૫ મિલીયન પાઉન્ડ વેચવાનો નિર્ણય કર્યો ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકારને એ સ્થળને ખરીદી લઈને પંડિત શ્યામજીનુ સ્મૃતિસ્મારક અને સંગ્રહાલય બનાવવા માટે મારાં તરફથી લેખીત વિનંતિ કરવામાં આવી હતી તેમજ કચ્છી, ગુજરાતી અને અન્ય સમાજનાં વ્યક્તિઓ, સંલગ્ન સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ અને વેપારીઓને પણ અંગત તેમજ જાહેર વિનંતિ કરવામાં આવી હતી. વિષેશમાં સમાચાર પત્રોમાં પણ લેખોના માધ્યમથી વિનંતિ અને અરજ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિશ્વસ્તરે પ્રચાર પ્રસાર પંણ કરવામાં આવ્યાં હતાં. પરંતુ દુર્ભાગ્યે કે આપણાં ગુજરાતીઓની મુઢતાને કારણે ભારત સરકાર તેમજ ગુજરાત સરકારે આ ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામનાં તિર્થસ્થાનની યોજના પર નિશ્ક્રિયતા અને દુર્લક્ષ્ય સેવ્યું હતુ અને પોતાની જવાબદારી પર આંખ આડા કાન કરી દેશની સ્વતંત્રતાનો પાયો નાંખનાર અને ભારત્ને વિશ્વસ્તરે યશ અપાવનાર સ્વાતંત્ર્ય યોદ્ધા પંડિત શ્યામજી માટે તેની કર્મભૂમિ લંડનમાં કંઈક કરી છુટવા માટે પોતાનું દાયિત્વ નિભાવ્યું ન હતું. આ ઉપરાંત આમ જનતા,અને ધનાડ્ય કચ્છી અને ગુજરાતી ઉદ્યોગપતિઓ અને વેપારીઓએ પણ પોતાનું યોગદાન અર્પણ કરવામાં પીઠ ફેરવી લીધી હતી. શ્યામજીનાં એ લંડન સ્થિત ઘરને ખરીદી લઈ તેમે સ્મારક અને સંગ્રહાલયમાં પરિવર્તન કરવાની સોનેરી તક નો લાભ આપણે જતો કર્યો છે જે ગુજરાત, ગુજરાતીઓ અને કચ્છીઓનાં ઈતિહાસની એક મહાન ભૂલ છે. તેમજ આપણાં ધનીષ્ઠ ગુજરાતી અને કચ્છી સમાજ તેમજ ગૌરવવંતી અને પ્રગતિશીલ ગણાતી ગુજરાત સરકાર માટે આ એક નામોશી અને લજ્જા ભરેલો અને શરમજનક કિસ્સો આલેખાયો છે. આજે ભારત બહાર સર્વપ્રથમ કોઈ સ્વાતંત્ર્ય સેનાનીનું સ્મૃતિ સ્મારક અને સંગ્રહાલય બનાવવાની સોનેરી તકનો લાભ લઈ શ્રેય પ્રાપ્ત કરવાનો મોકો ગુજરાત સરકારે, કચ્છી સમાજે અને ગુજરાતીઓએ હાથમાંથી ગુમાવ્યો છે એ હકિકત છે. તેમ છતાં હવે ગુજરાત સરકારે ભુલ્યાં ત્યાંથી સવાર એમ સમજી ભવિષ્યમાં ગુજરાતની રાજ્ય સરકાર અને ભારતની કેન્દ્ર સરકાર ભુતકાળની ભુલનું પુનરાવર્તન કર્યા વિનાં મહારાષ્ટ્રની ભાજપ અને શીવસેનાની યુતિ સરકારનાં આ મહાન અંજલી સમા કાર્યનું અનુસરણ એક પ્રાયશ્ચિત રૂપે ભવિષ્યમાં સંજોગો ઉપસ્થિત થતાં ‘’ ક્રાંતિવીર પંડિત શ્યામજી ભવન’’ને ખરીદી લઈ તેને સ્વતંત્રતાનાં ભવ્ય તિર્થસ્થાન સમાં સ્મૃતિ સ્મારક અને સંગ્રહાલયમાં પરિવર્તન કરી ક્રાંતિવીર પંડિત શ્યામજીને અને તેનાં કાર્યોને તેની કર્મભૂમિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરે એવી અપેક્ષા જ રાખવી રહી. આ ઉપરાંત મહારાષ્ટ્રની સરકાર પણ તેનાં મુંબઈકર પંડિત શ્યામજી, કે જેમણે પોતાનાં મહત્વનાં શૈક્ષણીક જીવનકાળનાં દશ વર્ષ મુંબઈમાં ગાળ્યાં હતાં અને જ્યા તેઓએ નામના મેળવીને ઓક્ષફર્ડ ગયાં હતાં, તેમનું સ્મૃતિસ્મારક લંડનમાં સ્થાપિત કરવામાં સહયોગી બની યોગદાન અર્પણ કરશે તો તે સત્યાર્થમાં તેમનાં મુંબઈકર સ્વાતંત્ર્યસેનાનીને શ્રદ્ધાંજલી અર્પણ કરેલ ગણાશે.
.
DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.