• હેમંતકુમાર ગજાનન પાધ્યા (યુ.કે.)

ભારતની સ્વતંત્રતાનો ઈતિહાસ તટસ્થ અને પક્ષપાત રહીત સત્યસ્વરુપમાં લખવામાં આવ્યો હોત તો એમાં પંડિત શ્યામજી કૃષ્ણવર્માજી [ભનુશાળી]નું શુભનામ સુવર્ણ અક્ષરોમાં પ્રથમ પંક્તિમાં અંકિત થયું હોત. ભારતની  સ્વતંત્રતા ફક્ત ગાંધીજી અને પંડીત નહેરુને આભારી છે એવું કથાકથિત પરંપરાગત કોંગ્રેસપક્ષનાં વિધાનો અને માન્યતા અતિશયોક્તિ ભર્યાં, અયોગ્ય અને અસત્ય છે. ભારતને અંગ્રેજોની આપખુદ્શાહી અને દમનનિતીમાંથી મુક્ત કરી સ્વતન્ત્રતા અપાવવા માટે અનેક નામી અને અનામી દેશભક્તોએ પોતાનાં પ્રાણનાં બલિદાન અર્પણ કર્યાં છે.  પંડિત શ્યામજી કૃષ્ણવર્મા સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનને સુયોગ્ય અને હકદાર હોવાં છતાં ભારતની સ્વતંત્રતા પછી એ મહાન વિભુતિઓનાં નામને એકહથ્થુ રાજ કરનાર કોન્ગ્રેસના કાળમાં રાજકીય લાભ અને આત્મ પ્રશંશાના મોહની કુટિલ નીતિથી તેઓએ પંડિત  શ્યામજીની સાથે અનેક ક્રાંતિવીરોના નામ અને કાર્યોને પક્ષપાત કરી હંમેશ માટે ભુલાવીદેવાનાં નીચ, હીન અને નિંદનીય પ્રયત્નો થયાં છે. જેનાં કારણ સ્વરુપ પંડીત શ્યામજી અને એના ધર્મપત્ની ભાનુમતિનાં જીનિવામાં સંગ્રહી રાખવામાં આવેલ અસ્થિ અવશેષોને સન્માનભેર ભરત લઈ જઈ રાષ્ટ્રબહુમાન સાથે અંજલી આપવાંને બદલે એની ભરતને સ્વતન્ત્ર થયાને પચાસ વર્ષના વહાણા વાયા છતાં અવગણના થતી રહી અને જે કોઇ વ્યક્તિ યા સંસ્થાએ પ્રસ્તાવ મુક્યાં તેની તરફ દુર્લક્ષ્ય સેવી કોઇ સક્રિય કાર્યવાહી જાણી જોઈને  કરવામાં આવી નથી. આ પ્રસંગ, ભારત સરકાર અને કોન્ગ્રેસ પક્ષની કુટિલ નીતિનું ભારતના સ્વાતન્ત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં એક અમાનવિય અને કલંકીત ક્રુત્યનું પ્રુષ્ઠ છે.  વિશ્વમાં કદાચ ભારત જ એવું રાષ્ટ્ર હશે જેના સત્તાધિકારી રાજનૈતિક પક્ષે સ્વાર્થ અને ખોટી પ્રતિભા માટે જીવંત પર્યંત દેશવટો ભોગવી માતૃભુમિને સ્વતંત્ર કરવાં પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર સ્વતંત્ર્ય પુરુષનાં અસ્થિની આવી અવગ્નાઅને અવગણના કરી અપમાનીત કર્યાં હોય ! આ રાજ સત્તાધારીઓની સાથે પંડિત શ્યામજી અને તેમની ધર્મપત્ની ભાનૂમતિજીનાં સગાસંબંધીઓ તેમજ તેમનાં સહકાર્યકર્તાઓ, શ્યામજીની સ્કોલરશીપ પ્રાપ્ત કરી ઈંગ્લંડ્માં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉચ્ચ પદો પ્રાપ્તકરનારાંઓ અને તેમની મિલ્કતનાં અધિષ્ઠાત્રી કે જેમેને તેમનાં વસિયતનામામાંથી ભેટરૂપે સારાં એવાં ધનની પ્રાપ્તિ કરનારાં મિત્રો અને ભાનુમતિજીનાં સગાસંબંધીઓ પણ સમાન દોષ અને નિંદાને પાત્ર છે કારણકે તેઓએ પણ તેમની અસ્થિઓની અવગણના કરી ભાનુમતિજીનાં મૃત્યુ પર્યંત તેને ભારત લાવવાં કોઈ પણ  પ્રયત્નો કર્યાં ન હતાં. વિશ્વનાં ઈતિહાસમાં કોઈ પણ એવો દેશ નથી જેણે પોતાનાં સ્વતંત્ર્યવીર નેતાની આવી ઘોર અવઘ્ના અને અવગણના કરી હોય ।

 ભારતને બ્રિટીશ સામ્રાજ્યની પરતંત્રતામાંથી મુક્ત કરી સંપુર્ણ સ્વતંત્રતા અપાવવાના અભિયાનમાં ગાંધીજીનું યોગદાન પણ ગણના પાત્ર છે પરંતુ એ વાત જાણીને આશ્ચર્ય થશે કે પંડીત શ્યામજી કૃષ્ણવર્માનું યોગદાન ગાંધીજીનાં યોગદાન કરતાં અત્યંત અધિક અને વિશેષ મહત્વપુર્ણ હતું કારણકે પંડિત શ્યામજીએ ગાંધીજી કરતાં ૨૦ વર્ષ પહેલાં ભારતને સ્વતંત્ર કરવાની ચળવળ બ્રિટીશ શત્રુઓનાં ઘર આંગણે એમનાં સામ્રાજ્યની રાજધાની લંડનમાં શરુ કરી હતી. વિશેષમાં ગાંધીજી કરતાં ૧૫ વર્ષ પહેલાં પંડીત શ્યામજીએ અંગ્રેજોને ભારતમાંથી હાંકીકાઢવા અહિંસા, અસહકાર,  અસહયોગ  અને  બહિષ્કારના શસ્ત્રનો ઉપયોગ કરવાનો સર્વ પ્રથમ બોધપાઠ શ્યામજીએ આપ્યો હતો જેને ગાંધીજીએ કાળાંતરે ૨૫ વર્ષ પછી અસહકાર આંદોલનનું નવું નામ આપી ચળવળ ચલાવી હતી. આમ ગાંધીજી પંડીત શ્યામજી અને એની આ વિચારધાનાં અનુગામી હતાં. પંડીત શ્યામજી ભારતની સ્વતંત્રતાનાં સંગ્રામમાં ગુજરાતનાં સર્વ પ્રથમ લડવૈયા અને મહાપુરુષ હતાં. જો  ગાંધીજી એમના કાર્ય માટે રાષ્ટ્રપિતાના વિશેષ નામાંકન પુરષ્કાર માટે યોગ્ય હોય તો પંડીત શ્યામજી રાષ્ટ્રપિતામહનાં  ઉદબોધન અને સર્વોચ્ચતમ રાષ્ટ્રીય પુરષ્કાર માટે યથાયોગ્ય પુર્વાધિકારી કેમ ન હોઇ શકે ! પંડિત શ્યામજીએ રાષ્ટ્રસેવા માટે આપેલ તન મન અને ધનનાં અમુલ્ય  બલિદાનનો કોઇ જોટો નથી. અરે ! ગાંધીજી પણ કદાચ એમની સમકક્ષ આવી શકતા નથી! આવાં યુગ મહાપુરુષ મહાન ક્રાંતિકારી યોદ્ધા સ્વાતંત્ર્ય ગુરુ રાષ્ટ્રપિતામહ પંડિત શ્યામજી કૃષ્ણવર્માની સ્મૃતિને જ્વલંત રાખવા અને તેને ઉચ્ચતમ રાષ્ટ્રીય સન્માન અર્પણ કરાવવાનાં અભિયાનનો સમય હવે પંડિત શ્યમજી કૃષ્ણવર્માની અસ્થિનાં આગમન અને ક્રાંતિતીર્થનાં ભવ્ય નિર્માણ બાદ પંડિત શ્યામજી કૃષ્ણવર્માને ‘’ ભારત રત્ન’’નો રાષ્ટ્રીય પુરષ્કાર પ્રદાન કરવા ભારત સરકારને પ્રેરીત અને દબાણ કરવાનો દરેક ગુજરાતીનો, દરેક મરાઠીઓ અને ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકારનો  તેમજ દરેક ભારતીયનો રાજકીય ધર્મ બની રહે છે. તે ધ્યેયની  પ્રાપ્તિ માટે આ સર્વ પરોબળોએ એક પ્રચંડ અભિયાન કરવાની સખત જરૂરિયાત છે. જો ગુજરાત અને મહારાષ્ટ્ર જાગશે અને પંડિત શ્યામજી કૃષ્ણવર્માને મૃત્યુ પર્યંત ‘’ ભારત રત્ન’’નો રાષ્ટ્રીય પુરષ્કાર અપાવવાની માંગણી બુલંદ કરશે તો અવશ્ય આવતાં વર્ષે આવતી ભારતની સ્વતંત્રતાની ૭૦મી જયંતિ અને શ્યામજીની ૧૬૦મી વર્ષગાંઠનાં અને ૮૭મી વર્ષીનાં વર્ષમાં તે પરિપુર્ણ થઈ શકે એમ છે. આજે જ્યારે ભારતીય જનતા પક્ષ ભારતનો સત્તાધારી પક્ષ છે ત્યારે આ વર્ષે ભારતનાં ૭૦માં સ્વતંત્રંત્ર્ય મહોત્સવની ઉજવણિનાં વર્ષમાં તેમણે પંડિત શ્યામજી કૃષ્ણવર્માને ‘’ ભારત રત્ન’’નો રાષ્ટ્રીય પુરષ્કાર પ્રદાન કરી એક મહાન રાષ્ટ્રીય પૂણ્ય કમાવવાની આ સુર્વર્ણ અવસરની તક ઝડપી લેવી જોઈએ.  

પંડિત શ્યામજી ગુજરાત રાજ્યનાં મહાન પૂરુષ હતાં એમ કહેવું એ અર્ધ સત્ય છે કારકે પંડિત શ્યામજીનો જન્મ માંડવી થયો હોવાં છતાં તેમનું પ્રારંભિક શિક્ષણ અને બાલ્ય કાળ પછીનો મહત્તમ સમય મુંબઈંમાં જ વિત્યો હતો અને મુંબઈ જ તેમની શિક્ષાભૂમિ, દિક્ષાભૂમિ અને કર્મભૂમિ હતાં જ્યાં તેમેણે જ્ઞાન પ્રાપ્ત કરીને ખ્યાતિ પામ્યા હતાં આથી તેઓ મુંબઈકર પણ હતાં. જેને કારણે ગુજરાત, કચ્છીઓ અને ગુજરાતીઓ કરતાં મહારાષ્ટ્ર, મરાઠીઓ અને મહારાષ્ટમાં રહેતાં ગુજરાતી અને કચ્છીઓ શ્યામજીની મહાનતા સંબંધમાં ગૌરવ લેવાનો સમાન હક્ક અને અધિકાર ધરાવે છે. પંડિત શ્યામજીતો ગુજરાત અને મહારાષ્ટ્રનાં ગૌરવ, એકતા અને સ્વાભિમાનના સમન્વયનું ઉદાહરણ છે! આજે મહારાષ્ટ્રની રાજ્ય સરકાર અને બૃહદ મુંબઈ નગરપાલીકામાં પણ રાષ્ટ્રવાદી ભારતીય જનતા પક્ષની અને શીવ સેનાની યુતિ સરકાર સત્તામાં છે તો તેમણે મુંબઈ અને મહારાષ્ટ્રનાં મહાપુરૂષ મુંબઈકર પંડિત શ્યામજીનું ભવ્ય સ્મારક મુંબઈમાં બાંધવાની યોજનાની જાહેરાત તુરંત કરવાનો નિશ્ચય કરશે તો તે ભારતનાં પનોતા પુત્રને સાચી શ્રદ્ધાંજલી આપેલ ગણાશે. પંડિત શ્યામજી ફક્ત ગુજરાતનાં જ મહાન પુરુષ ન હતાં પરંતુ મુંબઈ અને મહારાષ્ટ્રનાં પણ સમકક્ષ મહાપુરુષ હતાં એ વાતનો અહેશાશ અને સ્વિકાર બન્ને રાજ્યો અને તેની પ્રજાએ સાથે મળીને કરવો રહ્યો અને તેમની સ્મૃતિને સદા જ્વલંત રાખવાં ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો ગુજરાત અને મહારાષ્ટ્રની સત્તધારી ભાજપા સરકાર અને બી.એમ.સી.ની શિવસેનાની સરકાર જો સંયુક્ત પણે ક્રાંતિગુરુ પંડિત શ્યામજીનાં જીવન પર ફિલ્મ બનાવવાંની યોજના માટે આર્થિક સહાય આપવાનો નિર્ધાર કરશે તો તે ભારતનાં મહાન ક્રાંતિગુરુ પંડિત શ્યામજીને સાચાં અર્થમાં શ્રદ્ધાંજલિ આપેલ આલેખાશે.          

ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું નામ એમનાંજ અનુજ અને અનુગામી મહાત્મા ગાંધીજી જેટલું પ્રસિદ્ધ કે પ્રખ્યાત ન હોવાં છતાં પંડિત શ્યમજી કૃષ્ણવર્માએ આપણી માતૃભૂમિ ભારતને સ્વતંત્ર કરાવવાં કરેલ અથાગ પ્રયત્નો તેમજ તેમણે અર્પણ કરેલ તન મન અને ધનનું બલીદાન ગાંધીજીકે અન્ય સ્વાતંત્ર્ય સેનાનીઓ કરતાં લેશ માત્ર પણ ઓછું નથી.  આ વાતનો અહેસાસ દરેક ભારતીયને હોવો જોઈએ એ આશયથી ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનાં ૩૦મી માર્ચનાં દિવસે આવતાં ૧૬૦માં જન્મદિન સમયે તેમનાં જીવનચક્રની ઝાંખી સ્વરૂપ પ્રસંગો તેમજ તેઓ કોણ હતા એનો પરિચય લાંબા જીવન ચરિત્ર રૂપે પ્રગટ ન કરતાં ગુજરાત અને મહારાષ્ટ્રની જનતાને ક્રાંતિવીર પંડિત શ્યમજી કૃષ્ણવર્મા આપેલ અમુલ્ય અને અતુલ્ય બલીદાનની ઝાંખી સ્વરૂપે  સંક્ષિપ્તરૂપે પરિચિત કરવાં પ્રયત્ન કરવાનો આ લેખ દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે. જેનાં માધ્યમથી ગુજરાત અને મહારાષ્ટ્રની સામાન્ય પ્રજા, સરકાર તેમજ ધનાડય ભારતીયઓ તેમનાં આ અદ્વિતીય ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીરને અને તેનાં કાર્યને જાણી, સમજી તેમજ મૂલવીને  આ ભૂલવામાં કે ભૂલાવવામાં આવેલ મહાન ગુજરાતી મુંબઈકર સ્વાતંત્ર્યસેનાનીને ગાંધીજી અને અન્ય કોંગ્રેસના સ્વાતંત્ર્ય લડવૈયાઓની જેમજ તેમને સન્માન અને બહુમાન કાયમ માટે અપાવવાં પ્રેરણારૂપ બની રહે એવી અપેક્ષા.

ભારત માતાની જય ! વન્દે માતરમ ! જય મહારાષ્ટ્ર ! જય ગુજરાત !

 

PANDIT SHYAMAJI KRISHNAVARMA

 

DISCLAIMER: The author is solely responsible for the views expressed in this article. The author carries the responsibility for citing and/or licensing of images utilized within the text.